
અમીતાભ બચ્ચન - વાહગુજરાત.કોમ
નરેન્દ્ર મોદી અને અને અમિતાભ બચ્ચન આમ જૂઓ તો તફાવતનો કોઇ પાર નહીં. નરેન્દ્ર મોદી નેતા અને અમિતાભ બચ્ચન કલાકાર. માનનારા તો મોદીને પણ મહાન કલાકાર માને છે પણ એ અલગ વાત થઈ. એમ તો બચ્ચન પણ નેતાગીરી કરવા નીકળેલા પણ એમને ખ્યાલ આવી ગયો કે નેતાગીરી માટે જે પ્રકારની કલા-સૂજ હોવી જોઈએ એ પોતાનામાં કદી આવી નહીં શકે એટલે ફરી પોતાની દુનિયામાં પાછા ફરી ગયેલા. હવે તેઓ નેતાઓ સાથે ખાટા [રાજ ઠાકરે સાથે] અને મીઠા [અમરસિંહ સાથે] સંબધો રાખીને મન મનાવી લે છે. કામધંધા ઉપરાંત બંને ઉંમર, તબિયત, સ્વભાવ, પરિવાર જેવી બાબતોમાં પણ ઘણા જૂદા પડે. પરિવારની બાબતમાં મોદીને એક વાતનું મોટું સુખ કે પત્ની-પૂત્રની હરકતો માટે માફી માંગવાનો કદી સવાલ જ ઊભો થતો નથી.
Continue reading