પહેલી મે, 1960 ના રોજ બૃહૃદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું હતું. ભાષા આધારિત વિભાજનમાં ગુજરાતી બોલતા પ્રદેશો એક કરીને રાજ્ય બનાવવામાં આવ્યું. બૃહૃદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ-અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. છતાં પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ઓછો રોમાંચક કે રોચક નથી.
-પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ‘કૃષ્ણથી કરણદેવ’ સુધી
-ભાષા આધારિત વિભાજનમાં ગુજરાતી બોલતા પ્રદેશો એક કરીને ગુજરાતની રચના
-બૃહૃદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ-અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.
આપણાં પ્રાચીન ગ્રંથોમાં ‘આનર્ત પ્રદેશ’ તરીકે જે ઓળખવામાં આવે છે તે વાસ્તવ આજનું ગુજરાત છે. આનર્તનો પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ જ્યારે વ્રજ પ્રદેશ છોડ્યું (જેના કારણે તેઓ રણછોડ પણ કહેવાયા.) અને હાલના સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. એવું માનવામાં આવે છે કે, શ્રીકૃષણ કૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી મૂળ દ્વારિકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ છે. જેના કેટલાંક નમૂનાઓ જામનગર જિલ્લાના તટીય વિસ્તારોમાંથી સમયાંતરે મળતા રહે છે અથવા તો સેટેલાઈટ નક્શાઓમાં પણ આ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ યાદવાસ્થળીમાં દ્વારકાના શાસક યાદવકુળનો નાશ થયો. દ્વારિકા પર રાજ કર્યું હોવાથી શ્રીકૃષ્ણને ‘દ્વારિકાધીશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો કે, ત્યારપછીના ત્રણ હજાર વર્ષ સુધીના ઈતિહાસની કોઈ કડી મળતી નથી. ગુજરાતના લોથલ અને રામપુર સહિતના વિસ્તારોમાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ત્યાર પછીનો ઔપચારિક ઈતિહાસ છેક મૌર્ય વંશ દરમિયાનનો મળે છે. પાટલીપુત્રના આ શાસકે હાલના ગુજરાતને તાબે કર્યાં હતા. (ચંદ્રગુપ્ત મૌર્ય એ વિખ્યાત અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રના વિદ્વાન ચાણક્યનો ચેલો હતો. જેણે સમગ્ર ભારત દેશને એક છત્ર નીચે લીધું હતું.) ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર અશોક પણ ભારે પરાક્રમી હતી. તેણે પાડોશી રાજ્ય કલિંગ પર આક્રમણ કર્યું હતું. જેમાં ભારે ખુંવારી થઈ હતી. જેને જોઈને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. તે ‘ચંડ અશોકમાંથી ધમ્મ અશોક’ બન્યો. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતાં શિલાલેખો ભારત અને આજુબાબજુના દેશોમાં કોતરાવ્યાં હતાં. આવો જ એક શિલાલેખ હાલના સમયના જૂનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટી ખાતે જોવા મળે છે.
મૌર્ય પછી કેથેલિસ્ટ અને ગુપ્ત વંશે પણ ગુજરાતને પોતાના તાબામા લીધું.મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં ‘સોલંકીવંશ’ની સ્થાપના કરી હતી. આ વિસ્તારમાં ગુર્જર જાતિ વસતી હોવાથી તેને ગુર્જરદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ સમય ઈ.સ. 900 આસપાસનો હતો. એવું કહેવાય છે કે, મૂળરાજ સોલંકીનો સમય એ ગુજરાતનો સુવર્ણકાળ હતો. એવું માનવામાં આવે છે કે, ગુર્જરો સોલંકી જાતિ સાથે સંકળાયેલાં હતા કારણ કે, પ્રતિહારો અને પરમારો એ સોલંકી ગુર્જરોને મળતા આવે છે. ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરણદેવ વાઘેલાના શાસનનો અંત ઈ.સ. 1297માં આવ્યો હતો. તેમને દિલ્હીના અલ્લાદ્દીન ખિલ્જીએ પરાજ્ય આપ્યો હતો.