બનવા આગળ ધપી રહ્યું છે ત્યારે ૨૦૨૦માં ગુજરાત કેટલુ આગળ પહોંચ્યુ હશે તે અંગે પણ વિચારવું જોઇએ. ૨૦૨૦માં ગુજરાત ભારતનું ટોપનું વિકસિત રાજય હશે અને ભારતના જીડીપી ગ્રોથમાં તેનો વિશેષ ફાળો હશે. ૨૦૨૦માં ગુજરાત દેશનું ટોપનુ રાજય એટલા માટે હશે કે ગુજરાતના વિકાસનો બેઝ ટેકનોલોજીના આધાર પર છે. ગુજરાતનાં ઉદ્યોગોએ નવી ટેકનોલોજી અપનાવી, અપડેટ થતા રહ્યા અને ટેકનોલોજીના જોરે ઉત્પાદનને વધારતા ગયા તેમજ ઉત્પાદનની કવોલોટી વૈશ્ચિક ઉત્પાદનોની સ્પર્ધા કરવા લાગ્યા. ગુજરાતના ઉદ્યોગપતિઓએ નવી ટેકનોલોજીને માત્ર અપનાવી નથી પણ પોતાના વ્યવસાયમાં તેનો ઉપયોગ કર્યો હતો. આજે વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ પર આપેલા આંકડાના આધારે લખીએ તો ભારતના કુલ મુડીરોકાણ પૈકી ગુજરાતના ૧૫.૧૪ ટકા છે એટલે કે ૧૧૪.૫૪ અબજ ડોલર ! તમામ રાજયોમાં આ સૌથી વધુ છે. ગુજરાતે નવી ટેકનોલોજી અપનાવી એટલે તેનો વિકાસ વેગવંતો બન્યો છે. વિશ્વ્વમાં જયા જયાં ટેકનોલોજી આધારિત ઉત્પાદન થયું છે અથવા તો જેણે નવી ટેકનોલોજીને અપનાવી છે તેવા દેશોએ વિકાસની હરણફાળ ભરી છે. ઔદ્યોગિક ઇતિહાસ પર નજરનાંખીએ તો બ્રિટને આગબોટનું એન્જિન બનાવ્યું પછી વિશ્વ્વમાં તેનુ માર્કેટિંગ કરવ ના બદલે પોતાના વહાણોમાં જ ફીટકરીને દેશ વિદેશમાં વેપાર શરૂ કર્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રથમવાર પગ મુકીને પછી જે રીતે અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ કર્યુ તે સમગ્ર ઐતિહાસિક ઘટના પાછળ આગબોટનું એન્જિન ફીટ કરેલુ વહાણ હતુ. આ સંશોધનની મદદથી તેમણે આખો દરિયો ખૂંદી કાઢયો હતો. તે સમયે બ્રિટન સમૃદ્વ હતુ. ત્યાં પૈસાની છોળો ઉડતી હતી. કેમ કે તેના આ વિકાસના આધાર ટેકનોલોજી હતી. નવા સંશોધનોને ત્યાં આવકાર મળતો હતો. હવે ત્યાં કોઇ સંશોધન થતા નથી, નવી ટેકનોલોજી દેખાતી નથી, પરિણામ એ આવ્યું કે બ્રિટન દેવાળિયું બની રહ્યું છે. ત્યાં ઊડતી સમૃદ્વિની છોળો હવાઇ ગઇ છે. એવું જ અમેરિકા વિશે કહી શકાય. છેલ્લા દશ વર્ષમાં ત્યાં કોઇ નવા સંશોધન થયા નથી. અમેરિકા પણ દેવામાંથી અને મંદીમાંથી બહાર નીકળવવા ફાંફા મારે છે. બ્રિટન અને અમેરિકાનો દાખલો એટલા માટે મુકયો છે કે આ બંને એક સમયના સમૃદ્વ દેશો એટલે વિકાસ વધુ વેગવાન બન્યો હતા. નવી ટેકનોલોજી તે દિશામાંથી આવતી હતી. ભારત સહિતના દેશો તેનુ અનુકરણ કરતા હતા. હવે પરિસ્થિતિ પલટાઇ છે. આ બે દેશો ટકી રહેવા મથે છે અને તેનુ અનુકરણ કરવા કરવા કોઇ તૈયાર નથી. આ બંને દેશોમાં ટેકનોલોજી આ ારિત વિકાસના નામે મીંડુ છે. ભારત ૨૦૨૦ માં આર્થિક મહાસત્તા સપનુ એટલા માટે સાકાર કરી શકે કે તેની પાસે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી જેવા મજબુત રાજયો છે. આ યાદીમાં ગુજરાતનો સમાવેશ છેલ્લા દોઢ દાયકાથી થયો છે પરંતુ તે હાલમાં ટોપનું રાજય બની ગયુ છે. ગુજરાત ટોપનું રાજય બન્યુ છે તેની પાછળ કોઇ જાદુઇ લાકડી કામ નથી કરી ગઇ પણ ટેકનોલોજી આધારિત વિકાસ કામ કરી ગયો છે. નવી વસ્તુ અપનાવવી અને જૂનીને ચીટકી ના રહેવાની નીતિએ ગુજરાતને ભારતના ઉદ્યોગના નકશા પર ચમકતુ કરીદીધુ છે. ગુજરાતનો ઉદ્યોગપતિ માત્રપૈસા બનાવવાને વળગી નહિ રહેતા પોતાના ઉદ્યોગને વૈશ્ચિક બજારમાં ઊભો રાખવા સક્ષમ બનાવવા પ્રયાસ કરવા લાગ્યા હતા. તેમના આ પ્રયાસો એવા સફળ થયા કે ફાર્માસ્યુટિકલથી માંડીને હીરા ઉદ્યોગ સુધી અને પેટ્રોલિયમ પ્રોડકટથી માંડીને કોમોડીટી સુધી ગુજરાતનો ડંકો વાગવા લાગ્યો હતો. ઉત્તર ગુજરાતના ઊંઝાના માલની આવક પર વૈશ્ચિક બજારોના કોમોડીટી માર્કેટની ચડ-ઉતર પાછળ તે ટેકનોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યા બાદ ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત વિકાસનો એક ત્યાગ ગણી શકાય. ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યા બાદ ગુજરાત આજે ટોપ પર છે આયોજન પંચના નાયબ અઘ્યક્ષ આહલુવાલિયા ગુજરાત પર ઓવારી જાય છે કેમ કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ કરી બતાવ્યો છે. ગુજરાતના ઉદ્યોગ રત્નો પાસે વેપારી સૂઝ ગળથૂથીમાં હોવાની સાથે નવુ અપનાવવાની એક વિશેષ ધૂન હોય છે. તમે ઝાયડસ કેડિલાના શ્રી પંકજ પટેલની કામ કરવાની સ્ટાઇલ જોશો તો ખ્યાલ આવશે કે જૂની ટેકનોલોજી ડિલિટ કરી નવી વસાવવાનો મંત્ર રહે છે. એવી રીતે અદાણી ગૃપના વડા શ્રી ગૌતમ અદાણી નવી ટેકનોલોજી અપનાવવાના કારણે તો ભારતના ટોપ-ટેન ગૃપમાં આવે છે. એક સમય હતો કે જયારે ગુજરાત એક ‘કોમન’ રાજય તરીકે ઓળખાતુ હતુ હવે ‘ગાંધીના ગુજરાતે’ ટેકનોલોજી આધારિત વિકાસ કરી ગુજરાતને નોન-સ્ટોપેબલ સ્થિતિમાં મુકી દીધુ છે.
લોકમુખે