અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ગુજરાત એશિયાનું આર્થિક પાવરહાઉસ બનશે : નરેન્દ્ર મોદી

એશિયાઈ રોકાણકારો માટે ગુજરાત ઉત્તમ સ્થળ,૧૦ ટકા કૃષિ વિકાસદર સાથે રાજય મોખરે

ઔધોગિક અને કષિક્ષેત્રે આકર્ષક વિકાસદર સાથે ગુજરાત વિદેશી રોકાણકારોને આકર્ષવામાં હંમેશાં સફળ રહ્યું છે. ખાસ કરીને જાપાન અને સિંગાપોર સાથે સંયુકત સાહસ હેઠળ ઔધોગિક વિકાસ સાધીને ગુજરાત એશિયામાં ‘આર્થિક પાવરહાઉસ’ બનશે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

કડી ખાતે જાપાનની હિટાચી હોમ એન્ડ લાઇફ સાયન્સ (ઇન્ડિયા) લિ. (એચએચઆઇએલ)ના નવા એરકંડિશનર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘જો ગુજરાત, સિંગાપોર અને જાપાન સાથે મળીને આર્થિક વિકાસનો નકશો તૈયાર કરે તો ગુજરાત સમગ્ર એશિયાનું આર્થિક કેન્દ્ર બને તે દિવસ દૂર નથી.

એશિયાઈ અર્થવ્યવસ્થામાં પ્રભુત્વ હાંસલ કરવાની ક્ષમતા ગુજરાતમાં છે.’ ગુજરાત માત્ર ઔધોગિક વિકાસની બાબતમાં જ નહીં પણ કૃષિક્ષેત્રે ૧૦ ટકા વૃદ્ધિદર સાથે દેશમાં મોખરાનું રાજય બની ગયું છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએમઆઇસી – ડીએફસી) થકી ગુજરાત અને જાપાનના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે તેવો મોદીએ દાવો કર્યો હતો. ડીએમઆઇસી માટે જાપાનની કંપનીએ ગુજરાતની પસંદગી કરી છે તેની પાછળ રાજયમાં રહેલી વિકાસની અપાર તકનો મોટો ફાળો છે.

આ પ્રસંગે હિટાચીના એમ.ડી. શિનિચી લિઝુકાએ હિન્દી અને ગુજરાતી ભાષામાં વકતવ્ય આપ્યું હતું અને નરેન્દ્ર મોદીને કન્યાકેળવણી ફંડ માટે રૂ. ૧૧.૫ લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો. મહેસાણાના કડી ખાતે કંપનીએ રૂ. ૧,૫૦૦ કરોડના ખર્ચે ઊભો કરેલો આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વાર્ષિક ધોરણે ૪ લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

હિટાચી અને ગુજરાત સરકાર વચ્ચે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ માટે એમઓયુ કરાયું હતું, જેમાં સાત માસમાં જ આ પ્લાન્ટ ઊભો કરી દેવાયો છે. કંપનીના આ પ્લાન્ટ ખાતે લાર્જ એ.સી., ચિલર પ્લાન્ટ, ડકટેબલ એ.સી. અને ટેલિકોમ એ.સી.નું ઉત્પાદન કરાશે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Information

This entry was posted on September 3, 2009 by in વાહસમાચાર.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 5 other followers

મુલાકાતીઓ

  • 23,721 hits

જુનુ એટ્લુ સોનુ

Recent Posts