અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

શિક્ષણ વ્યવસ્થા, ડોનેશન પ્રથા અને ગુજરાતી વેપારી કલ્ચરની સમજ.

આપણી શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે લાંબા સમય પછી કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે કેન્દ્રનાં માનવ સંશાધન પ્રધાન કપિલ સિબ્બલે અલબત્ત ચીલાચાલુ પઘ્ધતિથી ડોનેશન પ્રથા ઉપર પ્રહાર કરતા વિધાનો પાટનગરમાંથી તરતા મુકયા છે. આમ પણ અત્યારે શિક્ષણની મોસમ ચાલે છે એટલે કપિલ સીબ્બલને સારી લીડરશીપ અને વ્યુઅરશીપ મળે તે સ્વાભાવિક છે પરંતુ આવા વિરાટ દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં ઉતાવળે કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો ઘણો જ જોખમી છે. નવી શિક્ષણનિતી જયારે આવી ત્યારે એને શિક્ષકો સીવાયનાં આખા સમાજે વધાવી લીધી શિક્ષકો જો વધાવે તો સમજવુ કે જે નવી પોલીસી આવી છે તે એક વધારે પડતી શિક્ષકોની આળસ આરામમાં વૃદ્વિ કરનારી હશે. ક્ષમતાલક્ષી શિક્ષણ આવ્યું એટલે કે પાઠય પુસ્તકમાં દરેક પાઠમાં વિદ્યાર્થીની કંઇ કંઇ ક્ષમતાનો વિકાસ થાય છે એનો પણ ઉલ્લેખ આવવા લાગ્યો ત્યારથી આજ સુધીમાં શિક્ષકોએ એ પાઠ એક ક્ષમતાઓને ઘ્યાનમાં રાખીને ભણાવ્યો હોય એવું કેળવણી નિરીક્ષકોના ઘ્યાનમાં હજુ સુધી આવ્યું નથી. મેડીકલ અને એન્જીનીયરીંગના લેવાતા ડોનેશનની વિરૂઘ્ધમાં પણ માનવ સંશાધન પ્રધાને ઉતાવળમાં વિધાનો કર્યા છે પરંતુ જે સેલ્ફ ફાયનાન્સ કોલેજો છે અને તેમા જે મેનેજમેન્ટ કવોટા છે એ જો વાજબી હોય તો કોલેજના નિભાવ ખર્ચ તરીકે જ લેવામાં આવે છે. ગુજરાતીઓએ અત્યાર સુધી અબજો રૂપિયા દક્ષિણ ભારતની સારી, મઘ્યમ અને બોગસ કોલેજોમાં સત્તાવાર રીતે આપ્યા જ છે. આજે પણ એ પ્રવાહ આંશિક રીતે તો ચાલુ જ છે દક્ષિણ ભારતની એ સંસ્થાઓમાં ૨૦૦૯ નું વર્ષ એ પહેલુ એવુ વર્ષ છે કે એમને માટે મંદિનો અનુભવ કરાવશે. આપણે ત્યાં આજે જેમ બી.એડ.અને પી.ટી.સી. કોલેજોનાં બંધઘાટનોની મૌસમ શરૂ થઇ ગઇ છે એ પ્રમાણે દક્ષિણમાં પણ એન્જિનીયરીંગ કોલેજોની બંધઘાટનોની મૌસમ શરૂ થઇ ગઇ છે. આપણે ત્યાં આ વર્ષે સંખ્યાબંધ એન્જિનીયરીંગ કોલેજો શરૂ થઇ રહી છે તેમા પણ વિદ્યાર્થીઓ છેતરાય જાય તેવા પુરા ચાન્સીસ છે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી દેખાય છે તો ચિત્તા જેવી પરંતુ એક સારા રાની બિલાડા જેવું કામ આપે તોય ઘણું છે મોટાભાગની સરકારે મંજુર કરેલી નવી એન્જિનીયરીંગ કોલેજોમાંથી કેટલીક માં હજુ સ્ટાફનો ધડો નથી લાયકાત પ્રમાણેનાં પ્રિન્સીપાલનો પણ પત્તો નથી પુરતી તપાસ કર્યા વિના નવી કોલેજોમાં જેઓને એડમીશન મળશે તેમની હાલત સાથે છંછુદરનો આહાર કર્યા જેવી થશે. ગુજરાતીઓની એક સૌથી મોટી ખુબી છે જે પાટે ગાડી ચાલી તે પાટે ચાલી બી.ટી. કપાસ એટલે બી.ટી.કપાસ. બોલગાર્ડ-૨ નો રવાડો ચડે તથા ગુજરાતી વેપારી કલ્ચરની ખાટીમીઠી વાત એટલે પછી એજ દેખાય, બીજું કંઇ દેખાય નહી. એક જમાનામાં આપણે ત્યાં નવા નવા કેમેરાઓની શોધ થવાના કારણે જે ફોટોગ્રાફી માટેના સ્ટુડીયો માત્ર શહેરોમાં હતા તેનો વ્યાપ વધવા લાગ્યો. પતી ગઇ વાત. ગુજરાતીઓને સ્ટુડીયોમાં લક્ષ્મીના દર્શન થયા. આદુ ખાયને સ્ટુડીયોની પાછળ પડી ગયાં પછી આવ્યા બાપા ટાઇપ કલાસ. જયાં જુઓ ત્યાં ટાઇપ કલાસ. એના પછી આવ્યા અંકલ સામ પિત્રોડાનાં એસટીડી પી.સી.ઓ. ! જયાં જુઓ ત્યાં એસ.ટી.ડી., આઇ.એસ.ડી. પી.સી.ઓ. ! પીળા પટ્ટા અને કાળા અક્ષર દુકાનો પર મંડયા લાગવા. એના પછી આવ્યા કોમપ્યુટર કલાસ. ગુજરાતીઓને ખબર પડી કે આ કોમ્પ્યુટર જ લક્ષ્મીયંત્ર છે. ધમધોકાર એમાં કમાયા. કોમપ્યુટર કલાસે ઇંગ્લીશનાં કલાસીસને પણ ધોય નાખ્યા. લોકો ઇંગ્લીશ ઘેર બેઠા શીખવા લાગ્યા અને કોમ્પ્યુટર માટે કલાસમાં જવા લાગ્યા. કોમ્પ્યુટર કલાસ પછી આવ્યા અત્યારનાં, ધુમ મચાવતા, ચમક દમકવાળા મોબાઇલ શોરૂમો… આના પછી હવે શું આવશે ?… ચતુર કરો વિચાર.

એટલે ગુજરાતીઓ તો મેનેજમેન્ટ કવોટામાં ફાર્મસીમાં ચાર લાખ અને મેડીકલમાં આઠ લાખ આપે તો એને પોસાય કારણ કે, પછી બજારમાંથી એ રૂપિયો પાછો ખેચવાની હેસીયત ગુજરાતીની છે, મરાઠી, બંગાળી કે પંજાબીની નથી. જયાં પૈસા દેખાય ત્યાં ગુજરાતી કંઇ વિણવા નથી લાગતા, જયાં પૈસા દેખાય ત્યાં એ પોતે પહેલા પૈસા નાખે છે અને પછી આપોઆપ જ અનેક ગણા થઇને એ પૈસા એને પાછા મળે છે. સમી સાંજે પુત્રવધુએ બનાવેલી કઢી ખીચડી અને રોટલો ખાઇ માથે ટોપી પહેરી ઝભ્ભો અને ધોતીયું પહેરી હીંચકે બેઠા-બેઠા સોપારી વાતરતા ગુજરાતી વેપારી ઓસરીની કોરે બેઠેલા બે-ચાર મુલાકાતી સાથે આવતીકાલે આંદામાન નિકોબારની ખેપ કરવા નીકળતા જહાજમાં ભરેલા માલની જે ચર્ચા કરતા એ દ્રશ્ય આજના ગુજરાતનાં વિસરાયેલા ઇતિહાસનુ દ્રશ્ય છે. ભુલી જવાની છુટ છે પરંતુ આજે જે કંઇ આપણી પાસે છે તે એક પગે હિંચકાને ઠેસ નાખીને ઝુલતા એ વહાણીયા એટલે કે વાણીયાની એ જમાનામાં ચમકારા મારતી બુદ્વિમત્તાનાં કિરણોનો ઉજાસ છે. કપીલ સિબ્બલ આવા મેનેજમેન્ટ કવોટાનાં નામે વધુ લેવાતી ફીનાં દુશ્મન થવાનું નક્કી કરી બેઠા છે પરંતુ પોતાનાં સંતાનોને કયાં ભણાવવા અને એ માટે કેટલો ખર્ચ કરવો એ અંગેની વાલીઓની સ્વતંત્રતા તે તેઓ બહુ જ સ્પર્શી શકે તેવુ લાગતુ નથી. છતા એ તો નવા પ્રધાન છે નવી સરકાર છે અને નવું શિક્ષણ સત્ર છે… આગે આગે દેખો કયાં હોતા હે…

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 5 other followers

મુલાકાતીઓ

  • 23,721 hits

જુનુ એટ્લુ સોનુ

Recent Posts