અમરેલી,આઝાદીનાં ઘણા વર્ષો બાદ ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં અમરેલી જિલ્લો ઝળહળી ઉઠયો છે.અમરેલી દિપક હાઇસકૂલનાં વિદ્યાર્થી ધામેચા સાગર દિપકભાઇએ ૯૬.૯૨ ટકા સાથે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન હાંસલ કરી અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.માર્ચ ૨૦૦૯માં લેવાયેલ માઘ્યમીક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું આજે પરીણામ જાહેર થતા અમરેલી જિલ્લાનું સમગ્ર પરીણામ ૭૫.૮૦ ટકા આવેલ છે. ધો. ૧૦નાં આજે જાહેર થયેલા પરીણામનાં બોર્ડનાં ટોપટેનમાં અમરેલી દિપક હાઇસ્કૂલનાં ધામેચા સાગર દિપકભાઇએ ૬૫૦ માંથી ૬૩૦ માર્કસ સાથે ૯૬.૯૨ ટકા સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે. ધામેચા સાગરને અમરેલી જિલ્લાનાં શિક્ષણવિદ્દો અને રાજકીય ક્ષેત્રનાં આગેવાનો જાહેર સંસ્થાનાં આગેવાનો અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. બોર્ડનાં પરિણામમાં સૌરાષ્ટ્રનાં સાગર સહિત આઠ વિદ્યાર્થીઓએ જવલંત સિઘ્ધીઓ હાંસલ કરી છે. ધામેચા સાગરની સિઘ્ધી બદલ અમરેલીે જિલ્લાનાં શિક્ષણ જગતમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે
સાગરને પેટ્રોકેમ. એન્જિનિયર થવાનું સ્વપ્ન
ધો. ૧૦ બોર્ડની પરિક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવનાર અમરેલીનાં ધામેચા સાગરે અનેરા આત્મવિશ્વ્વાસ સાથે પોતે ધારેલ પરિણામ હાંસલ કર્યુ છે. ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને ઉર્તીણ થનાર અમરેલી દિપક હાઇસ્કૂલનાં વિદ્યાર્થી ધામેચા સાગરનાં જણાવ્યાં પ્રમાણે ધો. ૧૦ની પરીક્ષામાં ધારેલું પરિણામ મેળવવા માટે સતત વાંચન અને મહેનત કરી છે. રાત્રીનાં વાંચનને બદલે વહેલી સવારથી સાંજ સુધી વાંચન-લેખન કરી પરીક્ષાની તૈયારી કરી છે. પરીક્ષાનાં પેપરો પુરા થયાં બાદ પૂર્ણ થયેલા પેપરોનું સોલ્યુશન કરતાં ૯૫ % ધાર્યા હતા. તેને બદલે આજે મને ૯૬.૯૨ ટકા મળ્યાં છે. જેનો મને સંતોષ છે. મારી આ સફળતાનો પાછળનો શ્રેય મારા માતા-પિતા અને શાળાનાં શિક્ષકો શ્રી રાજયગુરૂ અને શ્રી વ્યાસને ફાળે જાય છે. તેવોનો સહયોગ અને અગંત માર્ગદર્શન અને ધારેલું પરિણામ મેળવ્યું છે. આગળ વધી તારે શું બનવું છે ? તેવા પ્રશ્વ્નનાં પ્રત્યુતરમાં ધામેચા સાગરે જણાવ્યું હતું કે મારે સાયન્સ એ-ગૃપમાં જોડાઇ આઇ.આઇ.ટી.ની પરીક્ષા આપી આઇ.ટી. કંપનીેમાં પેટ્રોકેમીકલ્સ એન્જીનીયર બનવાની તીવ્ર ઇચ્છા છે.

આઇ.ટી. કંપનીમાં પટ્રોએન્જિનિયર ન બનાય, દોસ્ત!