અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

કૃષિ મહોત્સવ એટલે કૃષિપ્રધાન વિસ્તારનો દીપોત્સવ

આઝાદી પહેલા ઇ.સ.૧૯૦૦ ની શરૂઆતમાં જયારે કારમો દુષ્કાળ પડયો ત્યારે કૃષિપ્રધાન વિસ્તાર કાઠીયાવાડનાં ખેડુતો વર્ણવી ન શકાય તેવી કપરી સ્થિતિમાં મુકાયા હતા. હાલનાં સંજોગોમાં ભુતકાળમાં પડયો તેવો કારમો કે તેનાથી પણ વધારે કપરો દુષ્કાળ પડે તો ખેડુતો તે સમયની સ્થિતિમાં હરગીજ મુકાય તેમ નથી. એ વસ્તુ પુરી છે કે ત્યારે રાજાશાહી હતી અત્યારે લોકશાહી છે પણ સંસ્કૃતની પહેલી કહેવત યથા રાજા તથા પ્રજા મુજબ કૃષિકારો નાં હિત માટે સરકાર જાગે છે અને કાઠીયાવાડને તો મોસાળે વિવાહ અને માં પીરસશે જેવો સમય છે. રાજયનાં કેબીનેટમંત્રી દિલીપભાઇ સંઘાણી પાસે કૃષિ વિભાગનો હવાલો છે ગુજરાતના પ્રેમી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી છે જેના લીધે આજે ગુજરાત કૃષિક્ષેત્રે દેશમાં એક નંબરના સ્થાન ઉપર પહોચ્યું છે. આ સમયે સરકાર દ્વારા ચાલી રહેલા કૃષિ મહોત્સવ એટલે કાઠિયાવાડની જનતાની જેમ દેખાતી હોય તેમ પ્રગતિશિલ અને ઉધમી ખેડુતો માટે દિપાવલી સમો સમય છે.ખેડુતોની મહેનત અને સિઘ્ધિની અહી કદર થાય છે કૃષિપ્રધાન ગુજરાતમાં કે કાઠિયાવાડમાં કૃષિ મહોત્સવ દરમિયાન સરકાર વધુમાં વધુ કૃષિકારો જોડાય અને લાભ લે તેવા પ્રયાસો કરે છે પણ તે પ્રયાસો વહીવટીતંત્રના પ્રયાસો હોય છે અને સામાન્યત સૌના અનુભવ પ્રમાણે તે સો ટકા સફળ નથી હોતા. પણ ગામડે ગામડે જવાબદાર આગેવાનો કે સરપંચોને આ કાર્યમાં જોતરી સરકાર મુળ ખેડુતોને આ મહોત્સવમાં લાવે અને તેને સાંભળે, મહોત્સવમાં તંત્ર અને કૃષિ એક બીજાના ખરા અર્થમાં પુરક બને ત્યારે કૃષિકારોને કાયમ માટે દિપાવલી હશે તેમા બે મત નથી.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 5 other followers

મુલાકાતીઓ

  • 23,721 hits

જુનુ એટ્લુ સોનુ

Recent Posts