આ દેશમાં હિન્દુત્વતરફી કે હિન્દુત્વની વિચારધારા તરફી એક હરફ પણ ઉચ્ચાર્યો છે તો તમારી ખેર નથી એવુ લોકો માનવા માંડે એ પ્રકારનું વાતાવરણ ઊભુ કરવા સેકયુલરવાદી અને બુદ્ધિજીવીઓ અને મિડિયા દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. સેકયુલરવાદીઓની ખાસીયત છે, હિન્દુત્વ તરફી વિચાર ધારાઓનો સ્હેજ પણ પ્રભાવ કે પ્રચાર તેનો સાંખી શકતા નથી. હિન્દુત્વ આ દેશનો સત્યાનાશ વાળશે એવા પ્રચાર તેઓ જોર શોરથી અંગ્રેજી છાપાઓ દ્વારા અને કેટલીક ટીવી ચેનલો દ્વારા કરી રહ્યા છે. માલેગાંવ બોમ્બબ્લાસ્ટમાં હિનદુ સાધ્વીની સંડોવણીનો પ્રશ્ર્ન હોય કે બેંગલોરનો પબકાંડ હોય, નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા હોય કે રામમંદિર વિશેની ભાજપની ટિપ્પણી હોય સેકયુલારીઝમના નામે તેઓ ભારતને દુનિયાભરમાં બદનામ કરતા રહે છે
હિન્દુત્વની વાત કરવી પછાતપણાની નીશાની છે એવું માનતા સેકયુલરવાદીઓ પોતાનામાં એક એવો રુપાળો ભ્રમ ઉછેરી રહ્યા છે કે, કટ્ટરપંથી આતંકવાદીઓને થાબડભાણાં કરીને પોતે ખૂબ મોટા બુદ્ધિવાદી, માનવતા વાદી લાગણીભર્યા અને સભ્યસમાજના ભદ્રલોગ દેખાશે હકિકત એ છે કે સેકયુલરવાદીઓ દેશની એકતા-અખંડિતતા સાથે રમત રમી રહ્યા છે.
આતંકવાદની જડ કયા છે? જવાબ સાવ સરળ છે એક, મદરેસામા અપાતું કાફિર જેહાદનું શિક્ષણ અને બીજુ, સેકયુલરવાદીઓ, જેમા અંગ્રેજી છાપાઓથી માંડીને એવી જ સેકયુલરવાદી બોગસ સંસ્થાઓ, નેતાઓ તથા એન.જી.ઓ.નો સમાવેશ થઇ જાય. આતંકવાદ સામે દેશમા રોશનું વાતાવરણ ઊભુ થાય એ પહેલા જ આ બધા સેકયુલરવાદીઓ માલગાંવ જેવી ઘટનાઓને ઢાલ બનાવી આતંકવાદીઓની તરફદારી કરતાં જોઈ શકાય છે.
May
19
2009
સરસ.
મને તો કયારેય સમજાયુ નથી કે હિન્દુ હોવું કે કહેવાવુ એ કૌમવાદી બની જાય પણ લઘુમતીની આળપંપાળ કરે એ મહાન! ? !