દરિયાલાલ સાથે દોસ્તી કરીને સાત સાગર પાર કરનારી ગુજરાતી પ્રજા કયાં ગઇ

ગુજરાતનાં ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકિનારા વિશે આપણું જે અજ્ઞાન છે તે હવે ભારે પડી રહ્યું છે. રાજયમાં આ પ્રશ્વ્ને વિશે અનેકવાર ચર્ચા અને પરિસંવાદો યોજાયેલા છે જેમ ખંભાતના અખાતની સુરતને નજીક લાવતી કલ્પસર યોજના હજુ પણ છેલ્લા પંદર વર્ષથી કાગળ ઉપર સચિવાલયના ટેબલોમાં ફર્યા કરે છે, તેમ સમુદ્ર વિશે કોણ જાણે કેમ આપણી પ્રજા તરીકેની ઘોર ઉપેક્ષા હજુ પણ ચાલુ જ છે. ગુણવંતરાય આચાર્યની નવલકથા દરિયાલાલ નવી પેઢીએ વાંચી નથી પરંતુ એમાં આવતા પાત્રો અને દુનિયાભરના બંદરો પર ગુજરાતીઓએ લહેરાવેલો ઘ્વજ આપણા ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ છે. એક જમાનાનાં સાધના મેગેઝીનનાં તંત્રી શ્રી વિષ્ણુ પંડયાએ લખેલુ દીર્ઘ, વિશિષ્ટ, આધુનિક અને ઐતિહાસિક નાટક ‘સમુદ્રગાથા’ અડધા ગુજરાતને નરેન્દ્રભાઈ મોદીના કારણે જોવા મળયુ છે. એમાં ગુજરાતના વિકાસમાં સમુદ્રની ભાગીદારી ખૂબ સુંદર અને નાટયાત્મક રીતે દર્શાવવામાં આવી છે.ગુજરાતનો દરિયો એ એક અસામાન્ય દરિયો છે. ગુજરાત એ ભારતનું જ નહિ દુનિયાનંુ એક એવંુ રાજય છે જયાં વિશિષ્ટ રણ અને વિશિષ્ટ સમુદ્ર છે. કચ્છનુ રણ એ વિશ્વ્વનંુ એકમાત્ર એવંુ રણ છે જેમાં રેતી નથી. રેતી વિનાનું રણ હોવાને કારણે વિશ્વ્વનાં મહાન ભૂગોળવેત્તાઓ અને ભુસ્તરશાસ્ત્રીઓ અહીં અભ્યાસ કરવા માટે આવે છે. રણમાં ઊંટ ચાલી શકે તો કચ્છમાં ઘુડખર ચાલે, ઊંટ ન ચાલે. એનો અર્થ એ નથી કે કચ્છમાં ઊંટ નથી, સરહદી સુરક્ષા દળોમાં અને સરહદી નાગરિકોમાં થોડુ ઘણું ઊંટનુ ચલણ છે.દરિયાની પરિસ્થિતિ પણ આવી જ વિશિષ્ટ છે. માલવાહક જહાજો અને ફિશિંગ બોટ સિવાયનાં વાહનોને માટે આ સમુદ્ર બહુ સાનુકળ નીવડયો નથી. અનેકવાર મુંબઇથી રો-રો ફેરી સર્વિસ જેવા પ્રયોગો થયા છે, પરંતુ પ્રવાસીઓના મનોરંજન માટે ગુજરાતના દરિયાકાંઠે એક પણ જહાજને તરતુ રાખવાનું જોખમ ઉઠાવવા કોઇ તૈયાર નથી.આમ તો આખી દુનિયા એક વાત જાણે છે કે ત્સુનામી સર્જાયા પછી વિશ્વ્વભરનાં સાતેય સમુદ્રો (જનરલ નોલેજવાળા એ યાદ રાખે કે નવી યાદી પ્રમાણે કુલ સમુદ્રો ૧૧ છે, શોધીને વાંચી લેજો) ને કાંઠે સામુદ્રિક પ્રવાહો કાયમી રીતે પલટાઇ ગયા છે, એટલે કે જયાં શાંત વહેણો હતા તે તોફાની થઇ ગયા છે અને તોફાની હતા તે શાંત થઇ ગયા છે. આપણે પ્રવાસમાં જઇએ તો ટોળું ગમે તેટલંુ મોટું હોય એમાં રહેલા બધા જ લોકો સમુદ્ર વિશે ઝીરો નોલેજ ધરાવતા હોય છે. આપણા આખા રાજયમાં સામુદ્રિક નિષ્ણાતોની યાદી બનાવો તો એક વર્ષ ભટકો ત્યારે એક જાણકારનું નામ જાણવા મળે. આટલો વિરાટ સાગરકિનારો હોવા છતા સાગર વિશેનું આપણુ જ્ઞાન ખરેખર ઝીરો છે. દરિયો એટલે પાણી એ સિવાય ગુજરાતનાં વિદ્યાર્થીઓને કોઇ જ પ્રકારની ખબર નથી, કોઇ જ પ્રકારની માહિતી નથી. સમુદ્ર વિશે પુસ્તકો પણ મળવા મુશ્કેલ છે. એક જમાનામાં સાત સાગર પર રીતસરનું રાજ કરનાર ગુજરાતીઓની આજની પેઢી સમુદ્ર વિમુખ કેમ થઇ ગઇ છે એ પણ સંશોધનનો વિષય છે.ભાવનગરનો દરિયો તો વિશ્વ્વભરમાં એક અજાયબ પ્રકારનો દરિયો છે. ભાવનગર બંદર છે પણ કોઇ કામનુ બંદર નથી. ત્યાં એટલો બધો કાંપ આવે છે કે ૨૪ કલાક ડ્રેઝીંગ કરવુ પડે છે. ભાવનગરના દરિયામાં તાણ ખૂબ છે. અલંગને આપણે એની સેકેન્ડ હેન્ડ ચીજવસ્તુઓથી ઓળખીએ છીએ પરંતુ અલંગનો દરિયો પણ એક અજાયબી છ.ે દૂરથી ભાંગવા માટે આવતા જહાજો અલંગથી લગભગ ૮૦ નોટિકલ માઇલ દૂર હોય ત્યાં જ અટકી જાય છે. વિશ્વ્વનાં મહાન કેપ્ટનો પણ પોતાના જહાજને અલંગના કાંઠા સુધી લાવી શકતા નથી. એ માટે અલંગથી જે જુના પરંપરાગત કોળી ખલાસીઓ છે એમણે સામે જઇને એ જહાજને તેડવા જવું પડે છે. અત્યાર સુધીમાં પોતાની વિદ્યા પર અભિમાન કરનારા અને હું એકલો જ જહાજને લઇ જઇશ એવો ખ્યાલ રાખનારા ભલભલા કેપ્ટનો સવારે આંખ ઉઘાડે ત્યારે સોમનાથનુ મંદિર દેખાતુ હોય એવંુ અનેકવાર બન્યું છે. અલંગ તરફ જ જહાજને હાંકવા છતાં જહાજ પાણીનાં તાણને કારણે જુદી જ દિશામાં ચાલતુ હોય છે, એટલે અલંગ તરફ જવું હોય ત્યારે અલંગ સિવાયની અલગ દિશામાં કોળી ખલાસીઓ જહાજને હાંકતા હોવાને કારણે તેઓ અલંગ પહોચે છે. આ અટપટા ગણિતનું કારણ અલંગના સમુદ્રમાં રહેલી તાણ છે. થોડા સમય પહેલા ચોરવાડમાં જે દુર્ઘટના બની એનુ કારણ પણ અરબી સમુદ્રનુ બદલાયેલુ સ્વરૂપ છે એક પ્રજા તરીકે આપણે જેમ હવામાન શાસ્ત્રીઓની ઘટ અનુભવીએ છીએ તેમ સમુદ્ર નિષ્ણાતોનો અભાવ પણ સહન કરીએ છીએ આ ગંભીર વિષય પરત્વે સરકાર, યુનીવર્સીટીઓ અને વિદ્વાનો બધા જ ઉદાસીન છે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s