આખરે માત્ર ગુજરાતનો જ નહી પરંતુ સમગ્ર દેશનો મતદાર સરેરાશ રાજકારણથી નારાજ હોય એવું લાગી રહ્યુ છે પરિસ્થિતિ એ છે કે રાજકારણના ક્ષેત્રમાં તો જે પ્રકારની ગુણવાન આપણને મળે તે પ્રમાણમાં એ લોકો હોય છે જેવો રાજકારણમાં જંપલાવે છે. રાજકારણ સામે મોટાભાગે એ લોકોની ગંભીર ફરીયાદ છે કે જેવો પ્રખર બુદ્વિજીવી છે પણ પોતે મત આપવાનો પણ સમય કાઢવા તૈયાર નથી. આ વખતે મતદાનની ઓછી ટકાવારીના કારણે સમગ્ર રાજયમાં જે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી તેમાં કોઈ અંતીમવાદીએ તો એમ પણ કહ્યું કે ૪૫ ટકાની એવરેજ તો બહુ કહેવાય, આવતી ચૂંટણીમાં તો ૨૫ ટકાથી સંતોષ લેવો પડશે. રાજપુરૂષો એક વાત સમજી ગયા છે કે મતદાર કોઈ કારણસર રીસાઈ ગયો છે સમગ્ર ગુજરાતમાં જેટલા ઉમેદવારો છે તે સારા માણસો જ છે એમ માની લઈએ તો પણ ગુજરાતી પ્રજા પાસે એવા મૈજીક ઉમેદવારો જ હવે રહ્યા નથી ( મોદી જેવા )કે જેમાં મતદારોને પોતાને રસ પડે. એક જમાનો એવો હતો કે કોઈપણ રાજકીય પક્ષનો નેતા ચૂંટણી પ્રચાર કરવા ગામમાં આવવાનો હોય ત્યારે ગામ આખું એનું સ્વાગત કરવા માટે નાનકડી કન્યાઓએ મોતી ભરેલી ઈંઢોણી અને કુંભ માથે લીધો હોય અને એની પાછળ ગીતો ગાતા મહિલાઓનું ટોળુ હોય અને એની પાછળ આગેવાનો અને આખું ગામ હોય ગામે ગામે સૌરાષ્ટ્રની પ્રજાએ નેતાઓના આવા ભવ્ય સ્વાગત કરેલા છે પરંતુ હવે એ પ્રકારના સ્વાગત માટેની યોગ્યતાઓ આપણા નેતાઓ ગુમાવી ચૂકયા છે. એટલે નેતા ગામમાં પ્રવેશે એણે હવે ઘ્યાન રાખવું પડે છે કે કયાય અપમાનના સંજોગો તો નથી ને ? બાય ધ વે હમણા એક નવી વેબસાઈટ ચાલુ થઈ છે એમા દુનિયાભરના નેતાઓના ફોટા છે તમે ધારો એ નેતાને કલીક કરીને બુટ મારી શકો છો. નેતાઓ પ્રત્યેનો તિરસ્કાર જેમનામાં છે એને વ્યકત કરી દેવાનો ચાન્સ આ વેબસાઈટ આપે છે. જેમ કથાકારોમાં ડોંગરે મહારાજ જેવી સાદગી એક ઈતિહાસ છે. ધન ને સ્પર્શ કર્યા વિનાનો એવો કથાકાર ગુજરાતી ભોમકામાં થઈ ગયો જેની સામે લાખો લોકોની મેદની કૃષ્ણ ભકિતમાં તરબોળ હોય એવો વિનમ્ર અને સીધોસાદો સાધુ પુરૂષ મળવો મુશ્કેલ છે. એજ રીતે ગાંધીજીનો પણ જગતમાં જોટો જડે તેમ નથી. ગાંધીજીએ વિશ્વ્વભરના રાજપુરૂષો માટે કદી આંબી ન શકાય એવું ઉંચામાં ઉંચુ શિખર છે પરંતુ ગાંધીજીને આપણે સો ટકા માનીએ તો એની સામે ઉમેદવારમાં આજે દસ ટકા તો જોવા મળવા જોઈએ ને ? એ પણ ન મળે ત્યારે સામાન્ય નાગરિક હતાશ થાય છે. અને એ હતાશા મતદાનની ઓછી ટકાવારી દ્વારા વ્યકત થાય છે. એનો અર્થ એ નથી કે પૃથ્વીએ પોતાના શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપવાનું બંધ કરી દીધુ છે. આવનારા વર્ષોમાં મહાન સિદ્વાંતવાદી લોકો પણ રાજકારણમાં આવશે. આપણા ગુજરાતમા નરેન્દ્ર મોદી કયા નથી ? જેઓએ માત્રને માત્ર ગુજરાતના વીકાસ માટે નાનીથી મોટી દરેકા બાબતો વીચારી ને આજે ગુજરાતને દુનીયાભરમા એક વીકાસશિલ રાજ્ય સાબીત કર્યુ છે. છતા જો મતદારની નારાજગીને રાજકારણીયો જો લાઈટલી લેશે તો એનું ભવિષ્ય સારૂ નથી. આટલા ઈશારામાં તેઓએ સમજી લેવું જોઈએ.રાજકારણ ક્ષેત્ર પ્રત્યે તિરસ્કાર કરનારા કેટલાક લોકો છે. પણ રાજકારણ સ્વયં કોઈ અપવિત્ર ક્ષેત્ર નથી. રાજકારણીઓ પાંચ વર્ષમાં કમાલ કરી શકે છે, ક્રાંતી કરી શકે છે. સમાજમાં પરીવર્તન લાવવા માટે એક વિદ્વાન માણસ સો વર્ષ મહેનત કરે અને જે પ્રભાવ પડે એ પ્રભાવ સરકારમાં રહી ને એક રાજકારણી પાંચ વર્ષમાં લાવી શકે છે. રાજકારણી પાસે ચમત્કારીક કહી શકાય તેવી ક્ષમતાઓ છે.અને આજે ગુજરાતમા નરેન્દ્ર મોદી એ આ સાબીત કરી બતાવયુ છે આ એક રાજકારણીએ કરેલો ચમત્કાર છે. રાજકારણ જે કરી શકે છે તે બીજા કોઈ કરી શકતા નથી એટલે રાજકારણનું ક્ષેત્ર લોકસેવા માટે નિર્વિકલ્પ રીતે અમોઘ શકિત ધરાવે છે. મત ન આપવા આવેલા મતદારોએ રાજકારણના ક્ષેત્રમાંથી પોતાની આશા સાવ પાછી ખેંચવાની જરૂર નથી
લોકમુખે