ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં જે વિદ્યાર્થીઓ ઊંચી ટકાવારી લઇ આવ્યા છે તેમનું તો પોતાના ભવિષ્યના પથ તરફ પ્રયાણ ટુંકસમયમાં શરૂ થઇ જશે. પરંતુ જે વાલીઓના સંતાનો અણધાર્યા પરિણામોનો ભોગ બન્યા છે તેમની પરિક્ષા ખરેખર હવે શરૂ થાય છે. આપકા સમય શુરૂ હોતા હૈ અબ…બાળકો જયારે ધાર્યા કરતા ઓછા પરિણામો લાવે ત્યારે એમને બે જ બાબતની [...]
Archive for May, 2009
26 May
પ્રાથમિક શિક્ષણ સત્ર શરૂ થતાં પહેલા વાલીઓ માટે આત્મચિંતન
ગાંધીનગરમાં સચિવાલયમાં એક જમાનામાં એસ.ડી.ગોસ્વામી નામના યુવક વિકાસ અધિકારી હતા, એમનું એક સૂત્ર હતું – અંધારે ન રહેજો, દિવો કરી લેજો. ગુજરાતના હજારો યુવાનોને એમણે વિવિધ સરકારી શિબિરો દ્વારા તાલીમ આપી. ખૂબજ પ્રેરણાદાયી વ્યક્તિત્વ સૌરાષ્ટ્ર [...]
24 May
કૃષિ મહોત્સવ એટલે કૃષિપ્રધાન વિસ્તારનો દીપોત્સવ
આઝાદી પહેલા ઇ.સ.૧૯૦૦ ની શરૂઆતમાં જયારે કારમો દુષ્કાળ પડયો ત્યારે કૃષિપ્રધાન વિસ્તાર કાઠીયાવાડનાં ખેડુતો વર્ણવી ન શકાય તેવી કપરી સ્થિતિમાં મુકાયા હતા. હાલનાં સંજોગોમાં ભુતકાળમાં પડયો તેવો કારમો કે તેનાથી પણ વધારે કપરો દુષ્કાળ પડે તો ખેડુતો તે સમયની સ્થિતિમાં હરગીજ મુકાય તેમ નથી. એ વસ્તુ પુરી છે કે ત્યારે રાજાશાહી હતી અત્યારે લોકશાહી છે [...]
22 May
ગુજરાતના પાટનગર અમદાવાદનું નામ રાજનગર હતુ
શિલ્પ સ્થાપત્ય સાથેનો ઇતિહાસ બોલે છે કે રાજનગર ‘‘જૈનપુરી’’ તરીકે પણ ઘણા સ્થળે પ્રસિદ્ધ છે. આ શહેરમાં મોટી સંખ્યામાં જૈન મંદિરો તૂટયા છે. છતાં આજે ઘણી મોટી સંખ્યામાં ગુજરાતભરમાં જૈન દેરાસરોની ધજાપતાકા લ્હેરાઇ રહી છે. સંવત ૧૯૦૧માં દિલ્હી દરવાજા બહાર હઠીસિંહ કેસરીસિંહએ વિશાળ બાવન જિનાલયનું ખાતમુહુર્ત કરેલું પરંતુ મંદિરનું કામ પુરૂં થાય એ પહેલાં એમના [...]
21 May
હવે કોપીરાઇટ મુક્ત ગાંધીજી અને મેઘાણી તથા મહાભારતનાં મહાગ્રંથોની સવારી….
આપણે ત્યાં ગાંધી સાહિત્ય એક વિશેષ પ્રકારનો પ્રવાહ છે. હમણાં એમાં એક મહત્વનો વળાંક આવ્યો છે. ભારતીય કોપીરાઇટ એકટ પ્રમાણે કોઇપણ લેખકના મૃત્યુંના ૬૦વર્ષ પછી એ પુસ્તકોના કોપીરાઇટ પરનો અધિકાર લેખક અને એનો પરિવાર ગુમાવે છે અને એ અધિકાર પ્રજાના હાથમાં આવે છે એટલે કે, કોઇ પણ વ્યક્તિ એ પુસ્તકને છાપી શકે છે. પ્રકાશકો સામાન્ય [...]
21 May
દેશનાં અડધા નાગરિકો એવા છે જેમને મત આપવાની કાંઇ પડી નથી
હજારો વર્ષોની વિવિધ પ્રકારની રાજય પ્રશાસન વ્યવસ્થાઓ પછી માણસ જાતે શોધી કાઢેલી અજાયબ વ્યવસ્થા એ લોકશાહી છે. આ એક આધુનિક શાસન પ્રણાલિકા છે. જે દેશમાં લોકશાહી હોય અને ૫૦ટકા જેટલા નાગરિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા ન હોય તો તેઓ લોકશાહીને લાયક છે એવું શી રીતે માની શકાય ? એટલે આપણા દેશનાં અડધા નાગરિકો એવા છે [...]
19 May
નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા નહી રોકાય આ સેકયુલર મિડિયા અને સેકયુલરવાદીઓથી
આ દેશમાં હિન્દુત્વતરફી કે હિન્દુત્વની વિચારધારા તરફી એક હરફ પણ ઉચ્ચાર્યો છે તો તમારી ખેર નથી એવુ લોકો માનવા માંડે એ પ્રકારનું વાતાવરણ ઊભુ કરવા સેકયુલરવાદી અને બુદ્ધિજીવીઓ અને મિડિયા દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. સેકયુલરવાદીઓની ખાસીયત છે, હિન્દુત્વ તરફી વિચાર ધારાઓનો સ્હેજ પણ પ્રભાવ કે પ્રચાર તેનો સાંખી શકતા નથી. હિન્દુત્વ [...]
19 May
યુપીએ ભારતનો વર્તમાન છે તો એન.ડી.એ. ભવિષ્ય છે
લગભગ ઘણા વર્ષો પછી પ્રમાણમાં રિવોલ્યુશનરી કહેવાય એવો અભિગમ ભારતીય મતદારોએ દાખવ્યો છે. ડાબેરી પક્ષોને તો એક ઉપાડીને લાફો માર્યો છે. કારણ કે, સરકાર ચલાવવામાં આ ડાબેરી પક્ષો સતત સખળ – ડખળ કર્યા કરે છે એની પ્રજાને ખબર પડી ગઇ છે એટલે એને તો લગભગ ફેંકી જ દીધા છે. તે જ રીતે પ્રાદેશિક પક્ષોને પણ [...]
13 May
દરિયાલાલ સાથે દોસ્તી કરીને સાત સાગર પાર કરનારી ગુજરાતી પ્રજા કયાં ગઇ
ગુજરાતનાં ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકિનારા વિશે આપણું જે અજ્ઞાન છે તે હવે ભારે પડી રહ્યું છે. રાજયમાં આ પ્રશ્વ્ને વિશે અનેકવાર ચર્ચા અને પરિસંવાદો યોજાયેલા છે જેમ ખંભાતના અખાતની સુરતને નજીક લાવતી કલ્પસર યોજના હજુ પણ છેલ્લા પંદર વર્ષથી કાગળ ઉપર સચિવાલયના ટેબલોમાં ફર્યા કરે છે, તેમ સમુદ્ર વિશે કોણ જાણે કેમ આપણી પ્રજા તરીકેની [...]
લોકમુખે