મનમોહનજી તો અમારા વેવાઈ છે : Narendra Modi Rajula

rajula સૌરાષ્ટ્રમા અમરેલી જીલ્લાના રજુલામા વિશાળ જનસભાઓ સંબોધતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ખુરશી માટેની સત્તાભૂખને વરેલી કોંગ્રેસના પંજામાંથી મુક્ત થવાનો અવસર લોકસભાની ચૂંટણીએ પૂરો પાડયો છે. નરેન્દ્ર મોદીએ તેમની આક્રમક શૈલીમાં મતોના રાજકારણ માટે કોંગ્રેસે ગરીબોનો ભોગ લઈને, સમાજમાં ભાગલા પાડીને ખુરશી સાચવવા કરેલા કારસાનો પર્દાફાશ કર્યો હતો. ધોમધખતા તાપમાં યોજાયેલી રાજુલાની આજ્ની સભામાં ઊમટેલી પ્રજાને સંબોધતા નરેન્દ્ર મોદીએ દિલ્હીની ગાદીએ જ્યારથી પંજો ચઢયો ત્યારથી મોંઘવારી સડસડાટ ઉપર ચઢતી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતંુ કે, ગરીબોના ઘરનો ચૂલો સળગતો નથી અને બાળકો ભૂખ્યા સૂવે છે, સામાન્ય માનવીની જિંદગી અસલામતીના ભયમાં જીવે છે. તેમ છતાંય કોંગ્રેસ ખુરશી સાચવવા મતોનું રાજકારણ ખેલી રહ્યું છે. કોંગ્રેસ એમ કહે છે કે, દેશની સંપત્તિ ઉપર મુસ્લિમોનો પહેલો અધિકાર છે. ભાજપ આ અધિકાર ગરીબોનો છે એમ માને છે. ગરીબોમાં બધા જ આવી જાય, એમાં હિન્દુ- મુસલમાન, શહેર- ગામડાં, યુવા- વૃદ્ધ, મહિલા તમામ આવી જાય છે. કોંગ્રેસને આ તમામ વચ્ચે ભેદ પાડીને રાજકારણ ખેલવું છે. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, મતોના રાજકારણમાં સાઈઠ વર્ષ વીતી ગયા અને દેશનું મજબૂત અર્થતંત્ર બેહાલ થઈ ગયું. લાખો યુવાનોને બેકારી ભરખી ગઈ, ખેડૂતો દેવાના બોજામાં ડૂબી ગયા, નિર્દોષ નાગરિકોની જિંદગી અસલામત બની ગઈ. શું આ દુર્દશા કરનારી કોંગ્રેસની શાન ઠેકાણે લાવવી જોઈએ કે નહીં, તેવા પ્રશ્નના ઉત્તરમાં જનમેદનીએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લાં સાત વર્ષમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતંુ કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો કોંગ્રેસની જેમ ચાર પાયાની ખુરશી નહીં પણ ગરીબોના ભલા માટે કામ કરશે. વધુમા તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં દેશની જનતા ભારતની ભાગ્ય વિધાતા બનવાની છે. વોટબેંકના રાજકારણ ખેલીને દેશની સામે ખતરો બનનારી કોંગ્રેસ જોઈએ કે વિકાસ અને દેશહિતને વરેલો ભાજપ જોઈએ અને તેનો ફેંસલો જનતાએ કરી લીધો છે. ચૂંટણી પરિણામ જાહેર થતાં લોકમિજાજનો પરચો કોંગ્રેસના પંજાને મળી જશે. રાજુલા ખાતે પીપાવાવ ગેસનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને મળવાપાત્ર હક્કનો ગેસ પુરવઠો આપવાનો ઇન્કાર કરીને રાજ્ય અને સૌરાષ્ટ્રના વિકાસને કોંગ્રેસ સરકારે અવરોધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપની સરકારે ગુજરાતના બંદરો દ્વારા વિશ્વ વેપારની સમૃદ્ધિના દ્વાર બનાવી દીધા છે પરંતુ સાગરકાંઠાની સુરક્ષા માટે કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોઈ કાળજી લીધી નથી. અને કોંગ્રેસના ૬૦ વર્ષના શાસને ગરીબોને દુઃખ અને પીડા આપીને સત્તાસુખ ભોગવ્યું છે. હવે ભાજપાએ ગરીબો પરના દુઃખ દૂર કરવા જડીબુટ્ટી શોધી કાઢી છે. જેનું નામ ‘વિકાસ’ છે તેના દ્વારા ગરીબોનો ઉદ્ધાર કરવામાં ભાજપ ગુજરાતમાં સફળ રહ્યું છે. હવે દિલ્હીમાં પણ કોંગ્રેસનો પંજો સરકારી તિજોરી ઉપરથી દૂર કરવા તેમણે જણાવ્યું છે. આજની જાહેર સભા માટે પ્રદેશ પ્રમુખ શ્રી પરશોતમભાઇ રૂપાલા, મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે ધારાસભ્યશ્રી હીરાભાઇસોલંકીનાં નેતૃત્વમાં તડામાર તૈયારીઓ થઇ હતી અને રાજુલામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કમીટીઓ બનાવી અને જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જ ની જ્વાબદારી શ્રી જયંતિભાઇ જાની,રવુભાઇ ખુમાણ અને અમરીશભાઇ ડેરની તથા શહેરના વોર્ડ મુખ્ય ઇન્ચાર્જચ તરીકે અને સહ ઇન્ચાર્જ તરીકે મુખ્ય કાર્યકરોમા આંણદુભાઇ ,ઘશન્યામભાઇ મશરૂ, ગજેન્દ્વસિંહ, હરેશ કાતરીયા, દીલીપ વોરા, યુસુફભાઇ, દાદુભાઇ , હિંમતભાઇ જીંજાળા, દોલુભાઇ રાજગોર, બાલાભાશ્ર વાણીયા, રાહુલ બાંભણીયા, ડો.મુશ્તાકભાઇ ,રાજુભાઇ લાડવા, હરેશ સોડાગર, સંજય ધાખડા, ભાવેશ ગોસવામી, ડો,વીપુલભાઇ , ગીરધરભાઇ ઉનાગર, નારણભાઇ જીતુભાઇ હિરાવાળા, હિતેષભા જોષી, રોહિત વાઘેલા, જયંતિભાઇ સાગઠીયા, રાજુભાઇ માંઝક, પ્રવિણ વાઘેલા, પરેશ લાડુમોર, વિગેરેની સખત મહેનત આ સભામા દેખાઈ આવતી હતી રાજુલાની ફોટોગેલેરી નીહાળો :

www.narendramodi.tv

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s