
હૈદરાબાદ : તા. 07
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે હૈદરાબાદ અને સિકંદરાબાદ વિસ્ફોટકોના ઠગલા પર બેઠા છે પરંતુ વોટ બેંકની રાજનીતિમાં શામેલ લોકો આ ખતરાને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે “અહીં આતંકવાદનું નેટવર્ક સૌથી મોટો ખતરો છે.” મોદીએ કહ્યું હતું કે “જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક એટલુ મજબુત નથી જેટલુ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં છે.” ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે “આંધ્રપ્રદેશના નેતાઓ ઉપરાંત અહીંના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ વાતની જાણકારી આપવામાં આવી દેવામાં આવી છે.” તેમણે દાવો કર્યો હતો કે “ગુજરાત અને મુંબઈમાં કોઈ પણ પ્રકારની આતંકવાદી ઘટનાના તાર હૈદરાબાદ સાથે જોડાયેલા છે.” ભાજપના આ નેતાએ કહ્યું હતું કે “રાજનીતિ કરનારા નેતાઓ હૈદરાબાદ અને સિકંદરાબાદના આતંકવાદી નેટવર્કને ઓળખી કાઢવામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યા છે.”
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=65432
લોકમુખે