અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ગિરનાર

સ્કંદપુરાણ, હરીવંશ અને વિષ્ણુપુરાણમા ગિરનારના મહાત્મ્ય દર્શાવતા વર્ણન મુજબ ગિરનારના અન્ય નામોમાં રૈવત, રેવતાચળ, કુમુદ અને ઉજૈયન્તનો સમાવેશ થાય છે. મૂળ જૂનાગઢના રાજા અને તેની પુત્રી રેવતી કે જેને શ્રીકૃષ્ણના મોટાભાઇ બલરામ સાથે પરણાવવામાં આવી હતી. તે રેવત રાજાના નામ પરથી રેવતકગિરી તરીકે ગિરનાર ઓળખાતો..

સોરઠની ધીંગીધરાનો ગરવો ગઢ ગિરનાર:

જુનાગઢ શહેરની ચાર કિ.મી. દૂર આવેલા ગિરનાર પર્વત ૩૨૦૦ ફૂટ ઉંચો છે. આ પર્વતની ઉપર હજારો વર્ષ પહેલાં દત્તાત્રેય ઋષીએ કઠિન તપશ્ચર્યા કરી હતી. આજે આ ટોચ ઉપર દત્તાત્રેય પગલાના દર્શન કરવા યાત્રિકો જાય છે અને દત્તાત્રેયની ટૂંક જતા પહેલા અંબાજી માતાનું મંદિર આવે છે. અને દત્તાત્રેયના મંદિરના પાછલા ભાગમાં સીતાવન તથા ભરતવન આવેલા છે. આવર્તક ઉપર ભર્તૃહરિની ગુફા આવેલી છે. ત્યાંથી ઉપર અંબિકા શીષ ઉપર અંબા માતાજીનું ૭૦૦ વર્ષ પુરાણું મંદિર છે. અંબિકા મંદિરથી આગામી આગળ જતા ગોરખશિખર પાસે ગોરખનાથની ધૂર્ણના પગલાં છે અને ત્યારબાદ દત્તાત્રેયની પાદુકાના દર્શન થાય છે. દાતાર શીખર પર પાંડવ ગુફા, શેષાવન તથા સીતામઢી જેવા જોવાલાયક સ્થળો છે. ગિરનારની તળેટીમાં ફેબ્રુઆરી મહીનામાં શિવરાત્રીનો ભવનાથનો ભવ્ય લોકમેળો ભરાય છે. કહેવાય છે કે ભગવાન ભોલેનાથ શિવજી આ પ્રસંગે પ્રગટ થાય છે. પાંચ દિવસ સુધી મહાશિવરાત્રીનો મેળો અહીં ભરાય છે અને અહીંના મૃગી કુંડમાં અઘોરી નાગા લાખ્ખો યાત્રાળુઓ આ ગિરનાર પર્વતની હરીયાળી પરિક્રમા કારતક મહીનામાં એટલે કે દિવાળી પછીના ૧૫ દિવસમાં પગપાળા કરે છે.

ગિરનારની તળેટીમાં સુંદર સ્વચ્છ દામોદર કુંડ આવેલ છે. તથા વાઘેશ્વરી માતાનું મંદિર પણ આવેલ છે.

ગિરનાર જવા માટે રોડ માર્ગ:
ગાંધીનગર – ૩૫૫ કિ.મી.
વડોદરા – ૩૯૬ કિ.મી.
અમદાવાદ – ૩૨૭ કિ.મી.
સુરત – ૫૬૩ કિ.મી.
રાજકોટ – ૧૦૨ કિ.મી.
કેશોદ – ૪૦ કિ.મી.

નજીકનું રેલ્વે સ્ટેશન : જુનાગઢ

નજીકનું હવાઇ મથક : કેશોદ અને રાજકોટ

સંપર્ક માહિતી

કલેકટરશ્રી, જુનાગઢ અને અધ્યક્ષશ્રી, ગિરનાર વિકાસ સમિતિ “પવિત્ર યાત્રાધામ”
ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૫ ૨૬૫૦૨૦૧, ૨૬૫૦૨૦૨
one No.: (નિ) +૯૧ ૨૮૫ ૨૬૫૦૨૦૩
one No.: (મો) +૯૧ ૯૮૭૯૩ ૩૬૯૯૯

ડે. મામલતદાર,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૫ ૨૬૨૦૧૫૧
one No.: (ફેક્સ) +૯૧ ૨૮૫ ૨૬૫૧૩૩૨

More Information About Somanath Temple Visit Wahgujarat.com

Sanjay Gondaliya, Perfect Marketing, Tower Road,

Amreli – 365601, Gujarat – India, Cell : +919825088887

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 5 other followers

મુલાકાતીઓ

  • 23,721 hits

જુનુ એટ્લુ સોનુ

Recent Posts