સ્કંદપુરાણ, હરીવંશ અને વિષ્ણુપુરાણમા ગિરનારના મહાત્મ્ય દર્શાવતા વર્ણન મુજબ ગિરનારના અન્ય નામોમાં રૈવત, રેવતાચળ, કુમુદ અને ઉજૈયન્તનો સમાવેશ થાય છે. મૂળ જૂનાગઢના રાજા અને તેની પુત્રી રેવતી કે જેને શ્રીકૃષ્ણના મોટાભાઇ બલરામ સાથે પરણાવવામાં આવી હતી. તે રેવત રાજાના નામ પરથી રેવતકગિરી તરીકે ગિરનાર ઓળખાતો..
સોરઠની ધીંગીધરાનો ગરવો ગઢ ગિરનાર:
જુનાગઢ શહેરની ચાર કિ.મી. દૂર આવેલા ગિરનાર [...]
Archive for January, 2008
1 Jan
ગિરનાર
1 Jan
પાલીતાણા
જૈન ધર્મના પ્રથમ તીર્થકર અને માનવ સંસ્કૃતિના આદિસ્થાપક ઋષભદેવ આ તીર્થમાં પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા. જૈનના ૨૪ તીર્થકરોમાંથી શ્રી નેમીનાથ સિવાયના ૨૩ તીર્થકરોએ આ તીર્થ પરથી વિશ્વને જૈન ધર્મનો સંદેશ આપ્યો હતો.
ભાવનગર જીલ્લામાં શેત્રુંજી નદીના કિનારે વસાવેલું ૧૨૦૦ વર્ષ જુનું પાલીતાણાએ વિશ્વનું પ્રખ્યાત યાત્રાધામ છે. જે આચાર્ય પાદલિપ્તપુર-પાલીત્તાનક-પાલીતાણા એમ નામ પડેલું. મંદિરોની મહાનગરી જેવું [...]
1 Jan
દ્વારકા
ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડી સુરાષ્ટ્ર(સૌરાષ્ટ્ર)ના સમુદ્ર તટપર આવે છે, ત્યારે રાજધાની તરીકે નગરીના નિર્માણ માટે દૈદિપ્યમાન વિશાળ સાગરતટ પ્રદેશ પર એમની દ્રષ્ટિ ઠરે છે. એના નિર્માણ કાર્ય માટે શ્રી વિશ્વકર્મા પ્રભુને આહવાન કરવામાં આવે છે. જો સમુદ્ર દેવ દ્વારા રાજધાની દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભુમી સમર્પિત કરવામાં આવે તો જ આ કાર્ય પાર [...]
1 Jan
અંબાજી
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના [...]
1 Jan
સોમનાથ
ઇ.સ. ૧૨૨૫માં ભાવબૃહસ્પતિએ સોમનાથની પ્રશસ્તી લખેલી છે. તે મુજબ સોમનાથ મંદિર સૌ પ્રથમ સોમે બંધાવ્યુ, બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું. કૃષ્ણે લાકડાનું બંધાવ્યું, ભીમે પથ્થરથી બંધાવ્યુ છેવટે કુમારપાળના વખતમાં સોમનાથના તત્કાલીન મઠપતિ ભાવબૃહસ્પતિએ મંદિરનો મોટા પાયે જીર્ણોધ્ધાર કરાવ્યો.
સોમનાથનું મંદિર સૌ પ્રથમ મહંમદ ગઝનીએ ૧૦૨૬માં, અલાઉદ્દીન ખીલજીના સરદાર અફઝલખાએ સંવત ૧૩૭૪માં ત્યાર બાદ ૧૩૯૦માં, ૧૪૫૧માં, ૧૫૩૦માં, [...]
લોકમુખે