હળદર

-હળદરનું તેલ એલરજી માટે લાભકારક પૂરવાર થાય છે.
-હળદરમાં કૃમિનાશક ગુણો હોય છે. જો પેટમાં જીવાણુઓ હોય તો રોજ સવારે ખાલી પેટે એક ચમચી કાચી હળદર લેવી જોઈએ. તમે તેમાં ચપટી મીઠું પણ નાંખી શકો છો. જો એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવામાં આવે તો તેનાથી એક અઠવાડિયાની અંદર મળ સાથે જીવાણુ બહાર આવી જશે.
-હળદરમાં પૂરતા પ્રમાણમાં લોહ તત્વ હોય છે, જે લોહીના નિર્માણમાં મદદરૂપ બને છે.
-હળદરમાં વિષનાશક ગુણ પણ હોય છે. જો કોઈ ઝેરી જીવજંતુ કરડે તો હળદર ઘસીને લેપ તૈયાર કરવો. અને તેને ગરમ કરીને લગાવવો.
-આંખમાં કોઈ તકલીફ હોય તો હળતર તેમાં પણ ઉપયોગી પૂરવાર થાય છે. અડધો કપ ગુલાબજળમાં ચપટી હળટર અને ફટકડી મેળવીને 2-2 ટીપા આંખોમાં નાંખવાથી આંખની તકલીફ દૂર થાય છે.
-ઈન્ફ્લુએન્ઝા થાય ત્યારે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર પાઉડર અને એક ચતુર્થાંશ ચમચી અજમાનું ચૂર્ણ મેળવીને તેમાં 2 ચમચી મધ નાંખીને સવાર સાંજ સેવન કરવાથી લાભ થાય છે.
-જો દમનો રોગ હોય તો દૂધ અને હળદરનું મિશ્રણ કરીને સવાર સાંજ લેવા.
-ફ્રેક્ચર થયું હોય, મચકોડ આવી હોય કે આંતરીક ઈજા થઈ હોય તો હળદરનો લેપ કરવો જોઈએ અથવા ગરમ દૂધમાં હળદર નાંખીને પીવું જોઈએ.
-જો પેટમાં જીવડા પડ્યા હોય તો ગોડ અને હળદર મિશ્ર કરીને સેવન કરવાથી જીવડા મરી જાય છે.
-ચામડીના રોગમાં પણ હળદર ઔષધનું કામ કરે છે. તેના ફૂલોથી પેસ્ટ બનાવીને પ્રભાવિત ભાગ પર લેપ કરવો.
-હળદરના સેવનથી લોહીનો વિકાર દૂર થાય છે.
-કમળામાં છાસમાં હળદર નાંખીને સેવન કરવાથી લાભ થાય છે.
-મોઢામાં ચાંદા પડ્યા હોય તો હળદર પાઉડરમાં થોડું પાણી નાંખીને છાલા પર લગાવવા.
-ખાંસી થઈ હોય તો હળદરની નાની ગાંઠ મોઢામાં રાખીને ચુસવી જોઈએ.
-જો ગળમાં કફ અટકતો હોય તો ગરમ દૂધમાં હળદર નાંખીને પીવું.
-જો કાનમાં દુઃખાવો હોય તો 1-1 ગ્રામ સફેદ ફટકડી અને હળદર પીસીને લેવા તથા તેને ગાળીને 1-1 ચપટી કાનમાં નાંખવું. તેને કાનના દુઃખાવા માટે રામબાણ ગણાય છે.
-ચહેરા પરના ડાઘા અને કરચલી દૂર કરવા કાળા તલ અને હળદર સરખા પ્રમાણમાં વાંટીને તેનો પેસ્ટ બનાવ્યા બાદ ચહેરા પર લગાવવું.
-સનબર્ગ એટલે કે સુર્યના તાપથી ત્વચા ચીમળાઈ ગઈ હોય કે કાળી પડી ગઈ હોય તો હળદર પાવડરમાં બદામનું ચુર્ણ તથા દહી મેળવીને પ્રભાવિત ભાગ પર લગાવવું.
-શિયાળામાં કાચા દૂધમાં હળદર પાઉડર નાંખીને શરીર પર લેપ કરવાથી ચામડી સુંવાળી થાય છે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s