કોઈ પણ ઘરમાં ઈશાન ખૂણો એ સૌથી મહત્વનો ખૂણો છે. ઉત્તર ખૂણાને ઈશાનનો ખૂણો માનવામાં આવે છે. આ ખૂણાને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનની દિશા માનવામાં આવે છે.
ઈશાન ખૂણાના નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે તે ઈશ્વરનું સ્થાન છે અને તેથી જ જો ઈશાન ખૂણો કપાયેલો હોય તો તેને અશુભ માનવામાં આવે છે. કારણ કે ઈશાન ખૂણો કપાયેલો હોય તો પ્રગતિ-વિકાસમાં અડચણો આવી શકે છે. આવવા જવાનો રસ્તો ઈશાન ખૂણામાં હોય તો પણ પ્રગતિ-વિકાસમાં મુશ્કેલીઓ આવી શકે છે. કારણ કે માર્ગના લીધે ત્યાં પગરખાઓનો ઉપયોગ થશે.
જો ઘરનો ઈશાન ખૂણો કપાયેલો હોય તો તેને તરત જ બંધ કરી દેવો જોઈએ અને તે સ્થાનને શુદ્ધ કરીને ત્યાં ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરવી જોઈએ. જો ત્યાં કંઈ મૂકી શકાય તેમ ન હોય તો તે સ્થાને પાણીનું માટલું કે લીલા છોડનું કુંડુ પણ મૂકી શકાય. આ ભાગ ઘરના અન્ય ભાગોથી મોટો હોય તો સારૂં પરિણામ મળે છે. જે પણ ઈશાન ખૂણામાં બનેલા ઓરડામાં રહે તેનો હંમેશા વિકાસ થાય છે.
ઈશાન ખૂણામાં જો પાણીનો હોજ જમીનમાં બનેલો હોય તો તે દરવાજાને બદલે બીજા સ્થાને દરવાજો બનાવવો જોઈએ. આ સ્થાને શૌચાલય હોય તો તેને તરત જ બંધ કરીને બીજી જગ્યાએ બનાવવું જોઈએ. શૌચાલય માટે પશ્વિમ દક્ષિણ દિશા યોગ્ય છે. કોઈપણ સંજોગોમા શૌચાલય ઈશાન કે ઉત્તર પૂર્વમાં ન બનાવવું.