વાયવ્ય ખૂણો એટલે કોઈ પણ ભૂખંડ કે મકાનનો ઉત્તર અને પશ્વિમ વચ્ચેનો ખૂણો. આ ખૂણા કે વિસ્તારની કેટલીક ખાસીયતો આ પ્રમાણે છે.-કોઈપણ મકાનનો વાયવ્યકોણ તે મકાનનાં ઈશાનકોણથી થોડો ઊંચો અને અન્ય ખૂણાઓથી થોડો નીચો હોવો જોઈએ. જો વાયવ્યકોણ ઈશાન કે નૈઋત્યથી ઊંચો હોય તો તેમાં રહેતા લોકોને આર્થિક નુકસાન થાય છે. તેમજ તેમાં રહેતાં લોકોના સગાસંબંધીઓ સાથેના સંબંધો હંમેશા વણસેલા રહે છે.
-વાયવ્યકોણ જેટલો ખૂલ્લો હોય તેટલો લાભપ્રદ. આ ખૂણામાં વધુ બારી-દરવાજા અને બાલકની હોય તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ખૂણો હંમેશા બંધ રહેવાથી તેમાં રહેતા લોકો નિરાશાત્મક ભાવ ધરાવે છે. તેથી બંધ વાયવ્યકોણની ઉત્તર તરફની દિવાલ ઉપર એક દર્પણ લગાવીને નકારાત્મક ભાવોને ઓછા કરી શકાય.
-ઘર અથવા ઓરડાનાં વાયવ્ય ખૂણામાં પંખા, એ.સી. લગાવવું શુભ માનવામાં આવે છે.
-વાયવ્ય ખૂણો કુંવારી કન્યાનાં સૂવા માટેનું શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. આ ખૂણામાં સૂતી યુવતીના લગ્ન વિના વિધ્ને અને સમયસર પાર પડે છે. તેથી જે કન્યાનાં લગ્ન ન થયા હોય તેવી કન્યાને વાયવ્યકોણમાં સૂવડાવવી જોઈએ.
-સાંધાના દુઃખાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
-કોઈ પણ સંસ્થાના વાયવ્યકોણમાં માલસામાનનું એક્ઝીબીશન યોજવાથી ત્યાંનો તૈયાર માલ જલ્દીથી વેચાઈ જાય છે.
-મકાનના વાયવ્યકોણમાં બેઠક ખંડ બનાવવો શુભ મનાય છે. ફેક્ટરીના વાયવ્યકોણમાં પ્રતીક્ષાખંડ બનાવવો શુભ છે.
-જે મકાનનો વાયવ્યકોણ ત્રાંસો કે કપાયેલો હોય ત્યાં રહેતા લોકોએ વાયુની તકલીફનો સામનો કરવો પડે છે. જો તે ફેક્ટરી હોય તો માલની અવરજવરમાં તકલીફ પડે છે. તે જ રીતે વાયવ્યકોણનાં વધુ પડતા હિસ્સાથી પણ નકારાત્મક પરિણામો મળે છે.
-જો વાયવ્ય કોણમાં કોઈ દર્દી રહેતો હોય તો રોગ સરળતાથી તે વ્યક્તિનો પીછો છોડતો નથી. એટલે કે ત્યાં રોગીષ્ઠ વ્યક્તિને રાખવો હિતાવહ નથી.
-વાયવ્યકોણમાં થતા વાદવિવાદનો સરળતાથી અંત આવતો નથી.
-ઘર કે ફેક્ટરીનાં વાયવ્યકોણમાં ટીવી, ટેપ મૂકવાથી શુભ ફળ મળે છે.
-વાયવ્યકોણનો મહત્તમ લાભ મેળવવા ત્યાં રોજ અગરબત્તી કરવી જોઈએ તેમજ નિયમીત રીતે દેશી કપૂર બાળવું જોઈએ.
જેમણે વ્યવસાય અર્થે વારંવાર પ્રવાસ કરવો પડતો હોય તેવા લોકો માટે પણ વાયવ્યકોણમાં સૂવું હિતાવહ છે.-મહેમાનોનો ઓરડો પણ વાયવ્યકોણમાં હોય તેને શુભ માનવામાં આવે છે. તેમાં સૂનાર મહેમાન યજમાન માટે મુશ્કેલીરૂપ બને તેવી શક્યતા નહીંવત થઈ જાય છે.
-ઘરના વાયવ્યકોણમાં રસોડું બનાવવું શુભ છે, કારણ કે વાયુ અને અગ્નિ વચ્ચે ઉચ્ચ સંબંધ હોય છે.
-કોઈ પણ ફેક્ટરીનાં વાયવ્યકોણમાં તૈયાર માલ રાખવો શુભ છે. તે ખૂણામાં તૈયાર માલ રાખવાથી માલ વાયુ એટલે કે હવાની ઝડપે વેચાઈ જાય છે.
-મકાનના વાયવ્યકોણમાં શૌચાલય બનાવવું હાનિકારક ગણાતું નથી.
-વાયવ્યકોણમાં બહુ મોટો ખાડો હોય તો તેમાં રહેતા લોકો વાયુની તકલીફથી પીડાય છે. તેમજ ત્યાં રહેતી મહિલાઓને સાંધાના દુઃખાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.