અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

બાળકોનો રૂમ ઉત્તર-પશ્ચિમ શુભ.

બાળકોનો રૂમ ઘરનાં ઉત્તર-પશ્ચિમ ખૂણામાં બનાવવો જોઈએ. આ રૂમનો દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશાની તરફ હોવો જોઈએ. બાળકોનાં રૂમની દિવાલોનો રંગ નારંગી હોવો જોઈએ, કારણ કે આ રંગ શુભ માનવામાં આવે છે. બાળકોનું ભણવાનું ટેબલ દિવાલથી અડીને ન રાખવું જોઈએ. બાળકોનાં રૂમમાં ભગવાન ગણેશ તથા માતા સરસ્વતી નાં ચિત્ર લગાડવા જોઈએ.

બાળકોના રૂમમાં પલંગ એવી રીતે રાખવો જોઈએ કે તેમનું માથું દક્ષિણ દિશા તરફ રહે. આ શરીરનું ચુંબકત્વ બનાવી રાખવામાં મદદ કરે છે. જે પુસ્તકોની જરૂર ન હોય, એ બાળકોનાં ટેબલ પર ન મૂકવી જોઈએ. ટેબલ પર મૂકેલી પુસ્તકોનાં ભારથી બાળકોનાં મગજ પર બીનજરૂરી દબાણ ઉત્પન્ન થઈ શકે છે. બાળકોનાં રૂમમાં પુસ્તકો હંમેશા દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં મૂકવી જોઈએ. જો ટેબલ લેંપનો ઉપયોગ કરવો હોય તો આને ડેસ્કનાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં મૂકવું જોઈએ. બાળકોનાં રૂમમાં પેંડુલમ ઘડિયાળ શુભ માનવામાં આવે છે.

આ એકાગ્રતા વધારવામાં મદદરૂપ છે. છોકરાઓ માટે ઉત્તર-પૂર્વ અથવા ઘરની પશ્ચિમ દિશામાં રૂમ હોવો જોઈએ. છોકરીઓ માટે ઘરની ઉત્તર-પશ્ચિમનો રૂમ હોવો જોઈએ. બાળકોનાં રૂમમાં રેક અથવા કબાટ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. બાળકોનાં રૂમમાં દક્ષિણ તથા પશ્ચિમ દિવાલ પર ક્યારેય પણ આઈનો ન લગાડવો જોઈએ. દિવાલ પર બ્લેક-બોર્ડ હોવું જોઈએ, જેથી નાનાં બાળકો દિવાલ બગાડ્યાં વગર પોતાની સૃજનાત્મકતા પ્રદર્શિત કરી શકે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Information

This entry was posted on February 16, 2007 by in વાહવાસ્તુશાસ્ત્ર.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 5 other followers

મુલાકાતીઓ

  • 23,721 hits

જુનુ એટ્લુ સોનુ

Recent Posts