અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ક્યાં રાખવું પૂજાનું સ્થાન.

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક જગ્યાનાં યોગ્ય સ્થાનનો ઉલ્લેખ છે. વાસ્તુશાસ્ત્રમાં બધું જ દિશાઓ અનુસાર નક્કી કરવામાં આવે છે, પછી તે આપણો તર્ક માત્ર જ કેમ ન હોય. જો તે દિશાઓ પ્રમાણે જ ઘર બનાવાય તો સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

કોઈપણ ઘરમાં પૂજાનું સ્થળ સૌથી મહત્વનું છે. એક રીતે જોઈએ તો તે આખા ઘરની ઉર્જાનું કેન્દ્ર છે. તેથી તે બનાવતી વખતે દિશા અને બીજી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે પૂજાઘર જૂદું જ હોવું જોઈએ, જ્યાં બેસવાથી ઘરના લોકોને શાંતિ મળે અને એકાગ્ર થઈને પૂજા કરી શકે. સ્વાભાવિક છે કે વધુ પડતી અવરજવર અને હલનચલનથી એકાગ્રતામાં ખલેલ પડે છે.

બીજી વાત એ છે કે જે જગ્યાએ પૂજાનું સ્થાન તે દિશામાં શૌચાલય, સ્ટોર વગેરે બનાવવો નહીં. પૂજા ગૃહની ઉપર કે નીચે પણ શૌચાલય ન બનાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર બેડરૂમમાં પણ પૂજા ગૃહ ન બનાવી શકાય.

પૂજા ગૃહની મૂર્તિઓનું મુખ ઉત્તર કે દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. જો હનુમાનજીની મૂર્તિ કે ફોટો દક્ષિણ દિશા તરફ મુખ કરી મૂકેલી છે તો તે યોગ્ય છે. દેવોની નજર એકબીજા પર ન પડવી જોઈએ.

પૂજા ગૃહની પૂર્વ કે પશ્વિમ દિશામાં દેવતાઓની મૂર્તિ હોવી જોઈએ. પૂજા ગૃહનાં બારી-દરવાજા પશ્વિમ દિશાને બદલે ઉત્તર કે પૂર્વ દિશામાં હોવા જોઈએ. પૂજા ગૃહનાં દરવાજાની સામે દેવતાની મૂર્તિ મૂકવી જોઈએ. પૂજા ગૃહનો દરવાજો લાકડાનો ન હોવો જોઈએ. તેમજ ઘરના પૂજા ગૃહમાં ગુંબજ, કળશ વગેરે ન હોવા જોઈએ.

આછા પીળા રંગને શુભ માનવામાં આવે છે તેથી દિવાલો પર આછો પીળો રંગ કરી શકાય. ફ્લોર આછા પીળા કે સફેદ રંગના પત્થરની હોવી જોઈએ. આવી કેટલીક નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને પૂજા ગૃહ બનાવવું જોઈએ.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Information

This entry was posted on February 16, 2007 by in વાહવાસ્તુશાસ્ત્ર.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 5 other followers

મુલાકાતીઓ

  • 23,721 hits

જુનુ એટ્લુ સોનુ

Recent Posts