ઈમેજ પબ્લિકેશન્સ અને નાટ્યવિભાગ, મ. સ. યુનિવર્સિટી દ્વારા ‘કવિ-વિશ્વ’ – બૃહદ્દ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ શ્રેણીના ત્રીજા ગ્રંથના પ્રકાશન નિમિત્તે કવિતા અને રંગભૂમિનો સમન્વય કરતું અનોખું કવિસંમેલન શુક્રવાર તા. 29 ડિસેમ્બર,2006 ના રોજ રાત્રે 8 વાગે, પ્રો. ચં.ચી મહેતા ઑડિટોરિયમ ખાતે યોજાનાર છે. આ સાથે પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે જેનો સમય સાંજના 6 વાગ્યાથી છે. (પ્રવેશ વહેલા તે પહેલા ધોરણે)
ગ્રંથનું વિમોચન શ્રી નીતિન સાંડેસરાના હસ્તે કરવામાં આવશે. પ્રતિભાવ વ્યક્તવ્ય શ્રી સુરેશ દલાલ આપશે તેમજ સમગ્ર સંમેલનનું આયોજન શ્રી અંકિત ત્રિવેદી સંભાળશે. આ સંમેલનમાં સહભાગી થનાર કવિ અને કલાકારો માં શ્યામલાલ મુનશી, સૌમ્ય જોશી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, પન્ના નાયક, નિલેશ રાણા, સંદીપ ભાટિયા, મુકેશ જોષી, હિતેશ આનંદપરા, અમી ત્રિવેદી, અર્ચન ત્રિવેદી, હરીશ વ્યાસ, ચિરાગ વોરા નો સમાવેશ થાય છે.
લોકમુખે