Archive for February, 2007

ગાજર

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે. ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. [...]

Continue reading »

બદામનો હલવો

શક્તિવર્ધક દ્રવ્યોમાં બદામનો હલવો, મીઠું દાડમ, ડુંગળીનો રસ, કોપરુ અને દૂધની ખીર, અડદ દાળના લાડુ, શેરડીનો રસા, સૂંઠ, કાળા મરી તથા મેથીના લાડુ, દૂધમાં ભેળવેલી ખજૂર(છુહારા), ફાયદાકારક છે યોગ્ય વૈદ્યની સલાહ અવશ્ય લેવી જોઈએ, જેથી તમારા શરીરને અનુકૂળ પાચ્ય-અપાચ્ય ખોરાકની પસંદગી કરી શકાય.

Continue reading »

ડુંગળી

ડુંગળીના રસનો નાભિ પર લેપ કરવાથી ઝાડાની તકલીફ દૂર થાય છે.
-અપચાની તકલીફ હોય તો ડુંગળીના રસમાં થોડું મીઠું નાખીને પીવાથી રાહત થશે.
-દમના દર્દીઓ માટે સફેદ ડુંગળીના રસમાં મધ નાખીને પીવું લાભદાયક પૂરવાર થઈ શકે છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા પણ દૂર થાય છે.
-હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ કાચી ડુંગળીના પ્રયોગથી લોહીનું દબાણ ઘટાડી શકે છે.
-ઉલ્ટીઓ થઈ [...]

Continue reading »

હળદર

-હળદરનું તેલ એલરજી માટે લાભકારક પૂરવાર થાય છે.
-હળદરમાં કૃમિનાશક ગુણો હોય છે. જો પેટમાં જીવાણુઓ હોય તો રોજ સવારે ખાલી પેટે એક ચમચી કાચી હળદર લેવી જોઈએ. તમે તેમાં ચપટી મીઠું પણ નાંખી શકો છો. જો એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવામાં આવે તો તેનાથી એક અઠવાડિયાની અંદર મળ સાથે જીવાણુ બહાર આવી જશે.
-હળદરમાં [...]

Continue reading »

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.. સમજણ..
જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે [...]

Continue reading »

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો [...]

Continue reading »

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી ‘તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા [...]

Continue reading »

મ્હારા કેસરભીના કંથ હો !

મ્હારા કેસરભીના કંથ હો! સિધાવજો રણવાટ,
આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ, ઘેરા ઘોરે શંખનાદ,
દુંદુભિ બોલે મહારાજના હો! સામંતના જયવાદ.- મ્હારા …
આંગણ રણધ્વજ રોપીયા, રાજ, કુંજર ડોલે દ્વાર;
બંદીજનોની બિરદાવલી હો! ગાજે ગઢ મોઝાર: – મ્હારા ….
પુર પડે દેશ ડૂલતા, રાજ, ડગમગતી મ્હોલાત;
કીરત કેરી કારમી હો! એક અખંડિત ભાત: – મ્હારા….
નાથ! ચડો રણઘોડલે, રાજ, હું ઘેર રહી ગૂંથીશ;
બખતર [...]

Continue reading »

વૈષ્ણવ જન તો તેને કહીએ

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સમ દ્રષ્ટી તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્ર થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝોલે હાથ રે
મોહ માયા [...]

Continue reading »

ઉર્જા કેવી રીતે વધારશો.

વાસ્તુ વિષે લગભગ બધા જ જાણે છે. વાસ્તુનો અર્થ છે ઘરની બનાવટ અને શણગારની પદ્ધતિ. આ પદ્ધતિ એવી હોય કે જેથી આપણા ઘરમાં રહેલી ઉર્જાનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. વાસ્તુ ઘરમાં રહેવાના નિયમો જણાવે છે. દરેક વસ્તુનું એક ચોક્કસ સ્થાન હોય છે અને તેને તે જ રીતે રાખવી જોઈએ, જેથી ઉર્જાનો પૂરેપૂરો ઉપયોગ [...]

Continue reading »